Q1. મહેશ એક સ્થળેથી સવારે દસ વાગે નીકળી કલાકના 80 કિલોમીટરની ઝડપથી રાજકોટ જવા નીકળે છે, જે 320 કિલોમીટર દૂર છે. રસ્તામાં એ અડધો કલાક રોકાય છે, તો તે રાજકોટ કેટલા વાગે પહોંચશે ?
Q2. 280 મીટર લાંબી ટ્રેન તેનાથી ત્રણ ગણા લાંબા પ્લેટફોર્મ પરથી પસાર થતા 6 મિનિટ 40 સેકન્ડનો સમય લે છે. તો તે ટ્રેનની ઝડપ કેટલી થાય ?
Q3. 480 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 140 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની ઝડપ કેટલી થાય ?
Q4. એક વાહન 45 કિમી./કલાક અને બીજું વાહન 50 કિમી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે
Q5. એક ટ્રેનની ઝડપ 36 કિમી./કલાક છે. તે ટ્રેન 1 થાંભલાને 25 સેકન્ડમાં વટાવી દે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હોય ?
Q6. એક ટ્રક 640 કિલોમીટરનું અંતર 10 કલાકમાં કાપે છે. અને એક કારને એટલું જ અંતર કાપતાં 8 કલાક લાગે છે. તો ટ્રક અને કારની ઝડપનો ગુણોત્તર કેટલો થાય ?
Q7. 140 મીટર લાંબી ગાડીને 180 મીટર લાંબું પ્લેટફોર્મ પસાર કરતાં 8 સેકન્ડ લાગે છે. તો ગાડીની ઝડપ કેટલી હશે ?
Q8. એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિમી.ની ઝડપે ચઢે છે અને પરત 60 કિમી.ની ઝડપે ઉતરે છે તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય ?
Q9. વાહન A 50 કિમી/કલાક અને વાહન B 40 કિમી/કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે ?
Q10. એક બસની ઝડપ 72 કિમી./કલાક છે, તો 5 સેકન્ડમાં તેણે કેટલું અંતર કાપ્યું હોય ?
Q11. રવિ દરરોજનું 350 મીટર જેટલું ચાલે છે. પરંતુ ફક્ત મંગળવારે 500 મીટર જેટલું ચાલે છે, તો બે અઠવાડિયામાં રવિ કેટલા કિલોમીટર જેટલું ચાલશે ?
Q12. 240 મીટર લાંબી ટ્રેનને તેનાથી બે ગણા લાંબા પ્લેટફોર્મ પરથી પસાર થતાં 2 મિનિટનો સમય લે છે, તો તે ટ્રેનની ઝડપ કેટલી થાય ?
Q13. એક બસ 60 કિમી./કલાકની ઝડપે 6 કલાકમાં મુસાફરી પૂર્ણ કરે છે. જો તે બસને 9 કલાકમાં મુસાફરી પૂર્ણ કરવી હોય, તો બસની ઝડપ કેટલી રાખવી પડે ?
Q14. 25 મી/સેકન્ડની ઝડપે જતી ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિમી હશે ?
Q15. એક માણસને પ્રવાહની દિશામાં 40 કિમી તરવા માટે 4 કલાક લાગે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 18 કિમી તરવા માટે 3 કલાક લાગે છે. તો પ્રવાહનો વેગ (ઝડપ) શોધો.
Q16. 420 મીટર લાંબી ટ્રેનને એક થાંભલો પસાર કરતાં 70 સેકન્ડ લાગે છે તો તે ટ્રેનની ઝડપ કેટલી થાય ?
Q17. 54 કિમી./કલાકની ઝડપે જતી 150 મી. લાંબી રેલગાડીને ટેલિફોનના થાંભલો પસાર કરતાં કેટલો સમય લાગશે ?
Q18. 64 કિમી./કલાકની ઝડપે જતી 135 મી. લાંબી રેલગાડીને 10 કિમી./કલાકની ઝડપે જતી વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ?
Q19. દિલ્હીથી રાત્રે 23-50 (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) વાગે ઉપડેલું વિમાન 8 કલાક પછી લંડન ઉતરે છે, ત્યારે ત્યાં (લંડન) કેટલા વાગ્યા હશે ?
Q20. 121 મીટર અને 99 મીટર લંબાઈની બે ટ્રેન સામસામેની દિશામાં જાય છે. એકની ઝડપ 45 કિમી/કલાક અને બીજીની ઝડપ 27 કિમી/કલાક છે. એકબીજાને કેટલી સેકન્ડમાં પસાર કરશે ?
Q21. જો એક માણસની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 8 કિમી/કલાક અને પ્રવાહની દિશામાં ઝડપ 18 કિમી/કલાક હોય તો શાંત પાણીમાં માણસની ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો.
Q22. 54 કિમી./કલાકની ઝડપે જતી ગાડીને 90 મીટર અંતર કાપતા કેટલો સમય લાગશે ?
Q23. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિમી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યાર બાદ 6 કલાક 50 કિમી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
Q24. 1 કિલોમીટરના સેન્ટિમીટર કેટલા ?
Q25. એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે, તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે?