Q1. એક કોઠારમાં 6 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા ચાલે ?
Q2. એક કામ પૂર્ણ કરવા જેટલા મજૂર રાખ્યા તેટલા દિવસમાં તે કામ પૂર્ણ થયું. જો છ માણસ વધુ રાખ્યા હોય તો એક જ દિવસમાં કામ પૂર્ણ થાય, તો કેટલા મજૂર રાખેલ હશે ?
Q3. 15 માણસો 108 મીટર લાંબી એક દીવાલ 6 દિવસમાં બાંધે છે, તો 25 માણસો 3 દિવસમાં કેટલી લાંબી દીવાલ બાંધી શકે ?
Q4. 640 ચો. ફૂટ દિવાલને રંગકામ કરતા Aને 12 કલાક અને Bને 20 કલાક લાગે છે, બંને સાથે મળીને કેટલા કલાકમાં કામ પૂરું કરી શકશે ?
Q5. એક કામ 30 મજૂર 20 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પૂર્ણ કરે ?
Q6. પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસ લિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પૂરું કરવાના ઉદ્દેશથી તેમની સાથે વધુ બે વ્યક્તિ મદદ માટે મૂકવામાં આવે તો તે લોકોને પ્રતિદિન કેટલા કલાક કામ કરવું પડશે ?
Q7. A અને B એક કામ 18 દિવસોમાં, B અને C 24 દિવસોમાં અને A અને C 36 દિવસોમાં પૂરું કરે છે તો ત્રણેય સાથે કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું કરશે ?
Q8. દરરોજ 6 કલાક કામ કરીને 24 મજૂરો એક રસ્તો 18 દિવસમાં તૈયાર કરે છે. તો દરરોજ 4 કલાક કામ કરીને 12 દિવસમાં કામ પૂરું કરવા કેટલા મજૂરો જોઈએ ?
Q9. 9 મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો કેટલા દિવસમાં કરે ?
Q10. 10 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને એક કલાક લાગે, તો 30 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય લાગે ?
Q11. વિરમભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે, રમેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે, તો બંનેને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ?
Q12. જો 24 કારીગરો 8 દિવસ કામ કરે તો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તે જ દરે 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?
Q13. 18 કારીગરો એક કામ 25 દિવસમાં પૂરું કરે તો 15 કારીગરો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?
Q14. એક મશીન 10 મિનિટમાં ત્રીજા ભાગનું કામ કરે છે તો તેનો કામનો દર કેટલો છે ?
Q15. A નળ વડે એક ટાંકી 40 મિનિટમાં ભરી શકાય છે, B નળ વડે આ ટાંકી 2 કલાકમાં ખાલી થાય છે, જો બંને નળ એક સાથે ખુલ્લાં કરવામાં આવે તો ટાંકીને ભરતાં કેટલો સમય લાગે છે ?
Q16. એક ટાંકીને બે નળ છે. ઉપરના નળથી ટાંકી 6 કલાકમાં ભરાય છે, જ્યારે તળિયાના નળથી ટાંકી 15 કલાકમાં ખાલી થાય છે. જો નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતાં કેટલો સમય લાગે ?
Q17. જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસો લાગે ?
Q18. એક કામ 40 મજૂર 100 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 મજૂર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?
Q19. 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકશે ?
Q20. એક ટાંકી ઉપરના નળથી ભરાતાં 4 કલાક લાગે છે અને તળિયાના નળથી ખાલી થતાં 6 કલાક લાગે છે જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે ?
Q21. A અને B એક કામ 18 દિવસમાં, B અને C તે જ કામ 12 દિવસમાં અને A અને C તે કામ 9 દિવસમાં પૂરું કરે છે. જો A, B અને C ત્રણેય સાથે કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?
Q22. એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંનેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ?
Q23. પાણીનો નળ 8 કલાક ચાલુ રાખવાથી ટાંકી પૂરેપૂરી ભરાઈ જાય છે. તેથી આ નળથી 1/4 ભાગની ટાંકી ભરાતાં કેટલી મિનિટ થાય ?
Q24. 20 વ્યક્તિ દરરોજના 8 કલાક કામ કરીને એક કામ 24 દિવસમાં પૂરું કરે છે તો 10 વ્યક્તિ દરરોજના 12 કલાક કામ કરીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે ?
Q25. જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ કામ કેટલા દિવસમાં કરે ?