Q1. રૂ 6000નું 8% લેખે સાદા વ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ કેટલું થાય ?
Q2. કઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના અંતે 4%ના વ્યાજના દરથી રૂ 300/- વ્યાજ મેળવી શકાય ?
Q3. કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત રૂ 4 હોય તો તે રકમ કઈ હશે ?
Q4. એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ રૂ 40 અને ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ 41 થાય છે તે વ્યાજનો દર શો હશે ?
Q5. રૂ 5000 નું કેટલા ટકા લેખે 10 વર્ષમાં વ્યાજ 5000 થાય ?
Q6. રૂ 100 ના 10% લેખે બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?
Q7. 4%ના સાદા દરે રકમ કેટલા વર્ષે બમણી થાય ?
Q8. એક રકમ 10% ના વ્યાજે 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે અને જો બંને વચ્ચેનો વ્યાજ તફાવત રૂ 155 થાય તો મુદ્દલ રકમ કેટલા રૂપિયા હશે ?
Q9. એક રકમને 10%ના વ્યાજ દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે તો વ્યાજ તફાવત રૂ 3 થાય છે, તો મુદ્દલ રકમ કેટલા રૂપિયા હશે ?
Q10. રૂ 3000નું 16% લેખે 1 માસનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય ?
Q11. રૂ 500નું બે વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થાય ?
Q12. 50,000 રૂપિયા 2 વર્ષ માટે 12%ના દરે સાદા વ્યાજે મૂકવા કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતાં કેટલું વ્યાજ વધારે મળે ?
Q13. રૂ 1200નું 5% વાર્ષિક વ્યાજના દરે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે ?
Q14. એક વેપારી તા.5-6-2012ના રોજ શરાફ પાસેથી લીધેલી રકમ તા.14-8-2012ના રોજ પરત કરે છે, તો વેપારીએ કેટલા દિવસનું વ્યાજ ચૂકવવું પડશે ?
Q15. એક વર્ષનું રૂ 1000/-નું 10% લેખે વ્યાજ શું થાય ?
Q16. એક વ્યક્તિ વાર્ષિક 8% વ્યાજ આપતા બોન્ડમાં રૂ 10,000 પાંચ વર્ષ માટે રોકે છે તો મુદત પૂરી થશે તો વ્યાજ સાથે કુલ કેટલી રકમ મળશે ?
Q17. 73 દિવસ પછી પાકતી રૂ 1000ની હૂંડી આજ રોજ બેંકમાં વટાવવામાં આવે તો રૂ 970 મળે છે, તો વ્યાજનો દર કેટલો હશે ?
Q18. એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 છે. તે જ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ............ રૂપિયા થાય.
Q19. કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં 36 રૂપિયા વધુ મળે ?